Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બોલિવૂડના ૩ સ્ટાર કોપ અવતારમાં જોવા મળ્યાઃ સૂર્યવંશી ફિલ્મની શુટિંગ સેટની તસ્વીર કેટરીના કૈફે સોશ્યલ મીડિયામાં શેર કરી

નવી દિલ્હીઃ અક્ષય કુમાર અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ ''સૂર્યવંશી''નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના ક્લાઇમેક્સથી એક શાનદાર સીન સામે આવ્યો છે. જ્યાં કાલે ફિલ્મમાં અક્ષય કુમારની ભૂમિકાનું નામ સામે આવ્યું હતું તો હવે આ ફિલ્મમાં 'સિંબા' અને સિંઘમની એન્ટ્રી થઈ ચુકી છે.

ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરીના કેફએ થોડા સમય પહેલા ફિલ્મના શૂટિંગ સેટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં બોલીવુડના ત્રણ સ્ટાર કોપ અવતારમાં જોવા મળી રહ્યાં છે. કેટરીના કેફની આ પોસ્ટે કોપ ડ્રામાની રાહ જોઈ રહેલાના મસાલેદાર ખબર આપી છે.

આ તસવીરની વાત કરીએ તો તેમાં અક્ષય કુમારની સાથે 'સિંઘમ' અજય દેવગન અને 'સિમ્બા' રણવીર સિંહ પણ જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય સ્ટાર્સ પોલીસના ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહ્યાં છે.

મહત્વનું છે કે ગઈકાલે કેટરીનાએ ફિલ્મથી વધુ એક ફોટો શેર કર્યો હતો. તે ફોટોમાં ખ્યાલ આવી ગયો હશે કે ફિલ્મમાં અક્ષયની ભૂમિકાનું નામ 'વીર સૂર્યવંશી' હશે. અક્ષય અને કેટરીનાની સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જોહર અને રોહિત શેટ્ટી છે, આ ફિલ્મ 27 માર્ચ, 2020મા રિલીઝ થશે.

(4:50 pm IST)