Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સત્ય ઘટના પર આધારીત 'ધ સ્કાય ઇઝ પિન્ક' રિલીઝ

પ્રિયંકા -ફરહાન -ઝાયરાની મુખ્ય ભુમિકા

નિર્માતા રોની સ્ક્રૂવાલા, સિધ્ધાર્થ રોય કપૂર, કિલીયન કેરવીન, પ્રિયંકા ચોપડા અને મધુ ચોપડા તથા નિર્દેશક સોનાલી બોઝની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક' આજથી રિલીઝ થઇ છે. ફિલ્મનું લેખન સોનાલી, જુહી ચતુર્વેદી અને નિલેષ મણિયારે કર્યુ છે. સંગીત પ્રિતમે આપ્યું છે.

ફિલ્મમાં પ્રિયંકા ચોપડા, ફરહાન અખ્તર, ઝાયર વસીમ, રોહિત સુરેશ સરાફ મુખ્ય રોલમાં છે. પ્રિયંકા અદિતી ચોૈધરીના રોલમાં અને ફરહાન તેના પતિ નિરેન ચોૈધરીના રોલમાં છે. જ્યારે ઝાયરા આ બંનેની દિકરી આયેશા ચોૈધરીના રોલમાં છે. કહાની અદિતી અને નરેનની પ્રેમકહાનીથી શરૂ થાય છે. બાળકો આયેશા અને ઇશાન વગર તેની જિંદગી કેવી હતી અને આ બાળકોના જીવનમાં આગમન પછી કેવો બદલાવ આવે છે તે ફિલ્મમાં દેખાડાયું છે. સમગ્ર ફિલ્મ ૨૫ વર્ષની સફરમાં સમેટવામાં આવી છે. એક સુત્રધાર તરીકે આયેશા પોતાની કહાની જણાવે છે. માતા, પિતા અને ભાઇ સાથે જોડાયેલી વાત તે કહે છે. આયેશા એસસીઆઇડી નામની બિમારી સાથે જ જન્મી હોય છે, આ બિમારીનો કોઇ ઇલાજ નથી. તેના જન્મ સાથે જ આખા પરિવારની જિંદગી બદલી જાય છે. માતા-પિતા તેને બચાવવાના દરેક પ્રયાસો કરે છે. કયારેક લાગણીનો ગુબ્બારો પણ ફુટી જાય છે. બધા એક બીજાને હિમત આપતા રહે છે. જન્મથી મૃત્યુ વચ્ચેની આશા અને સકારત્મકતાની કહાની આ ફિલ્મમાં છે.  અદિતી અને નરેન ચોૈધરીના પાત્રોમાં પ્રિયંકા અને ફરહાને ઇમાનદારી દેખાડી છે. જેનો ઇલાજ નથી એવી બિમારી સામે ઝઝુમતી આયેશા અંદર જિંદાદિલી દેખાડવાના પ્રયાસમાં ઝાયરા સફળ રહી છે. દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર પછી ઝાયરા આ ફિલ્મમાં પણ ખીલી છે. તેના મોટા ભાઇનો રોલ રોહિત સરાફે નિભાવ્યો છે. આયેશા ચોૈધરીના જીવન પરથી બનેલી સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મમાં એક પરિવારની હિમ્મતભરેલી લાગણીશીલ સફર જોવા મળશે. ફિલ્મને જુદા-જુદા રિવ્યુમાં વિવચેકો વખાણી રહ્યા છે. આયેશા ચોૈધરી ૧૮ વર્ષિય મોટિવેશન વકતા હતી. જન્મથી જીવલેણ બિમારી હતી છતાં તે લોકોને પ્રેરણા આપવાનું કામ કરતી હતી. અઢાર વર્ષની ઉમરે જ તેણે દુનિયા છોડી દીધી હતી!

(9:58 am IST)