Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

#MeToo: નિર્માતા - નિર્દેશક સુભાષ ધાઈ પણ ફસાયા:પૂર્વ કર્મચારીએ લગાવ્યો રેપનો આરોપ

 

મુંબઇ : મીટૂ અભિયાનમાં નિર્માતા -નિર્દેશક સુભાષ ઘઇ પણ ફસાયા છે. તેમની પૂર્વ કર્મચારીએ રેપનાં આરોપ લગાવ્યા છે. જો કે મહિલાએ પોતાનાં નામનો ખુલાસો નથી કર્યો. લેખક મહિમાં કુકરેજાએ ટ્વીટર પર સ્ક્રીન શોટનાં ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતાએ મહિલાને જણાવ્યું કે ઘટના તે સમયે થઇ જ્યારે તે સુભાષ ધાઇની સાથે કામ કરી રહી હતી

  મહિમા કુકરેજાએ પોતાનાં ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે,સુભાષ ઘઇ અંગે શોકિંગ સમાચાર. પીડિતાએ વ્યક્તિગત્ત રીતે પોતાની પીડા વ્યક્ત કરી. તે જાણીતી મીડિયા પર્સનાલિટી છે

  બધુ ત્યારે થયું જ્યારે હું સુભાષ ઘઇની સાથે એક ફિલ્મ પર કામ કરી રહી હતી. તેમણે કહ્યું કે, માર્ગદર્શકની ભુમિકા નિભાવવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મને ગાઇડ કરશે. મે તેમની વાત માની લીધી કારણ કે મારો કોઇ ગોડફાધર નહોતા અને કોઇ પણ નહોતા. હું મુંબઇમાં નવી હતી. પરંતુ મારે કંઇક શિખવું હતું અને મને એક નિર્દેશક તરીકે પોતાની જાતને સાબિત કરવાનું હતું

(10:23 pm IST)