Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ

મુંબઇઃ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના પ્રકરણે બોલિવુડની અત્યાર સુધી છૂપી રહેલી જાતિય શોષણની અનેક ઘટનાઓને ઉજાગર કરી છે. #Metoo મૂવમેન્ટને કારણે ફેન્ટમ ફિલ્મસ જેવા પ્રોડક્શન હાઉસને તાળાં વાગી ગયા છે. વિકાસ બહલ, રજત કપૂર, આલોક નાથ, કૈલાષ ખેર તેમજ અન્ય લોકો તેની ઝપેટમાં અત્યાર સુધી આવી ચૂક્યા છે.

ફેન્ટમ ફિલ્મની એક્સ એમ્પ્લોઈ દ્વારા વિકાસ બહલે તેની સામે જોઈ હસ્તમૈથુન કર્યું હતું તેવો આરોપ મૂકાતા ચકચાર મચી ગઈ હતી. આલોક નાથ સામે પણ વિનિતા નંદા રેપના આરોપ લગાવી ચૂકી છે. તેવામાં હવે કંગના રનૌતે પણ તેની સુપરહિટ ફિલ્મ ક્વીનના ડિરેક્ટર સામે તેના વર્તનને લઈને આરોપ લગાવ્યા છે.

કંગનાએ રિતિક રોશન સામે પણ તેણે કડવા વેણ ઉચ્ચાર્યા છે. કંગના અને રિતિક વચ્ચે થયેલી મોટી બબાલથી સૌ કોઈ પરિચિત છે. મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું હતું કે, વિકાસ બહલ વિશે જે થઈ રહ્યું છે તે બિલકુલ યોગ્ય છે. બોલિવુડમાંથી કચરો દૂર કરવા અને તેને મહિલાઓ માટે સુરક્ષિત જગ્યા બનાવવા આપણે ઘણું કરવાનું છે.

કંગનાએ કહ્યું હતું કે, એવા પણ પુરુષો હોય છે કે જે છોકરીઓ સાથે રિલેશન બનાવવા તેમને ખોટા પ્રોમિસ આપે છે. કંગનાએ પુરુષોના વલણને પણ એક પ્રકારની સતામણી ગણાવી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે આવા લોકો સાથે કામ કરવું તેના કરતા તો કામ કરવું વધુ સારું.

રિતિક પર આડકતરો હુમલો કરતા કંગનાએ કહ્યું હતું કે, આવા લોકો પોતાની પત્નીઓને લોકોને બતાવવા માટે ટ્રોફીની જેમ રાખતા હોય છે, અને યંગ છોકરીઓની સાથે સંબંધ પણ રાખતા હોય છે. કંગનાના આરોપ સાથે હવે રિતિક રોશન પણ #Metooનો આરોપી બની ગયો છે, અને આવનારા દિવસોમાં બબા મોટી થાય તો નવાઈ નહીં.

(5:52 pm IST)
  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST

  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST