Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વારની યાત્રાઅેઃ હર કી પૈડીમાં ગંગાપૂજન અને તર્પણ કર્યું

હરિદ્વારઃ ભારતની યાત્રા માટે આવેલા હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથ હરિદ્વાર સ્થિત હરકી પૈડી પહોંચી ગયા. સનાતન હિન્દુ પરંપરા અને અધ્યાત્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા સ્મિથે ખાસ ગંગા પૂજન અને તર્પણ કર્યું. આગળની તસવીરોમાં જુઓ હોલિવૂટથી હરકી પૈડી પહોંચેલા સ્મિથે કેવી રીતે પૂજન કર્યું….

શ્રાદ્ધ પક્ષની પિતૃ અમાસ પર હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથને ભારતીય અધ્યાત્મ દર્શન, સનાતન હિન્દુ પરંપરાનું આકર્ષણ હરિદ્વાર સ્થિત હરકી પૈડી સુધી ખેંચી લાવ્યું.

સ્મિથે હરકી પૈડી પર વિશેષ ગંગા પૂજન અને કનખલના મહામૃત્યુંજન મંદિરમાં રૂદ્રાભિષેક કરીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે કામના કરી.

હરિદ્વારમાં તેમણે જ્યોતિષાચાર્ય પાસેથી પોતાની જન્મકુંડળી બનાવડાવી અને તેમને જ્યોતિષથી લઈને ભારતીય અધ્યાત્મ અને સનાતન હિન્દુ પરંપરા પર પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરીને પ્રશ્નો પૂછ્યા.

જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે સ્મિથ અધ્યાત્મ ઉપરાંત ભારતીય ધર્મ દર્શનમાં ગંગા અને હરિદ્વારની ઉપયોગિતા અને મહત્વ વિશે પણ જાણવા ઈચ્છતા હતા. તેમણે પોતાના જીવનના કેટલાક ગ્રહદોષ વિશેષ કરીને શનિદોષનો ઉપાય-નિવારણ કરાવ્યું.

સ્મિથએ કનખલના હરિદ્વાર આશ્રમ પહોંચીને ભગવાન મહામૃત્યુંજયના રૂદ્રાભિષેક કરાવ્યો. બાદ ત્યાં રહીને હર કી પૌડી પર વિશ્વ પ્રસિદ્ધ સંધ્યાકાલીન ગંગાા આરતીમાં પણ શામેલ થયા. જ્યાં તેમણે ખાસ ગંગા પૂજન, આરતી અને ગંગા અભિષેક કરાવ્યો.

હોલિવૂડ સુપર સ્ટાર વિલ સ્મિથે પોતાની ટીમ સાથે ભારતીય ધર્મ-આધ્યાત્મ દર્શનની જાણકરી એકઠી કરી સાથે સાથે વિભિન્ન કર્મકાંડ, વિધિ-વિધાન અને પૂજન-આરતીનું શૂટિંગ કર્યું. તેમણે જાતે ગંગા આરતી અને હરકી પૌડી પર થનારી સંધ્યા આરતીને પણ શૂટ કરાવી.

પવિત્ર હિન્દુ તીર્થ પહોંચેલા વિલ સ્મિથે શ્રાદ્ઘ અને અન્ય કર્મકાંડ વિશે વિસ્તારથી જાણકાીર લીધી. સુપરસ્ટારેભગવદ્ ગીતાપણ વાંચી છે અને તેને પોતાના જીવન માટે ઉપયોગી માને છે.

(5:45 pm IST)
  • અમદાવાદ આંગડીયા પેઠી પાસેથી લુંટ કરવાના ગુનામા આરોપીની ધરપકડ: ક્રાઈમ બ્રાંચે કરી આરોપીની ધરપકડ:વડોદરામા થયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: 5 લાખ અને 2.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો:આરોપી અગાઉ 10 થી વધુ ગુનામા ઝડપાઈ ચુક્યો છે. access_time 7:43 pm IST

  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST