Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ટીવી સ્ટાર મિથિલ જૈન બન્યો બીજી વખત પિતા

ટીવી અભિનેતા મિથિલ જૈન બીજી વખત પિતા બન્યો છે. મિથિલની પત્નિ સંગીતાએ પુત્રને જન્મ આપ્યો છે. સગર્ભાવસ્થા વખતે સંગીતા સુરતમાં હતી. મિથિલ અને સંગીતાએ ત્યાં જ નાનકડા મહેમાનનું સ્વાગત કર્યુ હતું. મિથિલ હાલમાં એકતા કપૂરના સુપરહિટ ટીવી શો 'નાગિન-૩'માં પ્રથમ સહગલનો રોલ નિભાવી રહ્યો છે. મિથિલ ટીવી દુનિયાનો જાણીતો ચહેરો છે. તેણે અનેક હિટ સિરીયલોમાં કામ કર્યુ છે. બેગુસરાય, સરસ્વતિચંદ્ર, જૂનૂન-ઐસી નફરત તો કૈસા ઇશ્ક સહિતના શો સામેલ છે. મિથિલે પોતાના દિકરાની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. મુંબઇમાં જન્મેલા મિથીલે તેરે બીન લાદેન  ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. ૨૦૦૬માં તેણે જવ લવ હુઆ નામનો પહેલો ટીવી શો કર્યો હતો. 

(9:23 am IST)