Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્નના બંધનમાં બધાઈ

મુંબઈ:   અભિનેત્રી પૂનમ પાંડે ક્યારેય પોતાનો હોટ લૂક બતાવવામાં શરમાતી નથી. તે હંમેશાં તેના ચાહકો માટે તેના હોટ ફોટા શેર કરે છે. તેણીના બોલ્ડ ફોટા શેર કરીને તે હેડલાઇન્સમાં આવે છે. પરંતુ આ વખતે તે ફરી ચર્ચામાં છે. પૂનમ પાંડેએ થોડા સમય પહેલા સગાઈ કરી તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ ગુપ્ત રીતે લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે.પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા છે. આ માહિતી પૂનમ અને સેમે ખુદ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આપી છે. આ તસવીરમાં, પૂનમ પરંપરાગત અવતારમાં પતિ સેમ બોમ્બે સાથે પોઝ આપી રહી છે. પૂનમે આ તસવીર સાથેની કેપ્શનમાં લખ્યું કે, 'હું આગામી સાત જન્મો પણ તમારી સાથે વિતાવવા માંગું છું.' ચાહકો પૂનમ પાંડે અને સેમ બોમ્બેની આ તસવીરને પ્રેમ કરી રહ્યા છે અને ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.

(5:56 pm IST)