Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગુલશન કુમારની બાયોપિકમાં કામ કરશે આમિર ખાન

મુબંઇ:  આમિર ખાને થોડા મહિનાઓ પહેલા ઘોષણા કરી હતી કે, તે દિગ્દર્શક સુભાષ કપૂરની ફિલ્મ 'મોગલ'નો હિસ્સો નહીં હોય. પરંતુ હવે અભિનેતા આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ ગયો છે. '' ગયા વરસની ઓકટોબર મહિનામાં મેંટ્વિટ કર્યું હતુ કે, હું 'મોગુલ'નો હિસ્સો નહી બનું. પરંતુ હવે હું ફરીથી આ પ્રોજેક્ટ સાથે જોડાયો છું,'' તેમ આમિરે ટ્વિટ કરીને જણાવ્યું હતું. વાસ્તવમાં ઓકટોબરમાં સુભાષ કપૂરપર જાતીય સતામણીના આરોપ મુકાયા હતા. તેથી અભિનેતા તેની સાથે કામ કરીને આલોચનાનો ભોગ બનવા માંગતો નહોતો. અભિનેતાએ વધુમાં જણાવ્યું હતુ કે, એ સમયે મને આ ફિલ્મનો હિસ્સો બનવું યોગ્ય લાગ્યું નહોતું, પરંતુ હવે મને લાગે છે કે મારે આ ફિલ્મ સાથે જોડાવું જોઇએ, જેથી હવે હું આ ફિલ્મમાં કામ કરવા રાજી થયો છું.હું આ ફિલ્મમાં ગુલશનજીનું પાત્ર ભજવી રહ્યો છું.  ફિલ્મની અન્ય કાસ્ટની પસંદગી સુભાષ કપૂર કરવાના છે. '' આ પરથીએક વાત સ્પષ્ટ થાય છેકે, હજી સુધી ફિલ્મની હિરોઇનની પસંદગી થઇ નથી. 

(5:20 pm IST)