Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સલમાન ખાન ફરી એક વાર દેશી રોબિનહુડના અંદાજમાં: અપકમિંગ ફિલ્મ દબંગ-૩નું મોશન પોસ્ટર રિલીઝ

નવી દિલ્હી: સલમાન ખાન ફરી એકવાર મોટા પરદે ચુલબુલ એટલે કે દેશી રોબિનહુડના અંદાજમાં આવી રહ્યો છે. સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ મોશન પોસ્ટર એટલા માટે પણ ખાસ છે કે આ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફારની વાત સામે આવી હતી. ખબર છે કે સલમાનની ફિલ્મ કિક 2 પાછળ જતાં હવે સલમાન ખાન દબંગ 3 આગામી વર્ષે ઇદ પર રિલીઝ કરશે. પરંતુ સલમાને આ મોશન પોસ્ટરમાં આ તમામ અટકળોને અટકાવી દીધી છે.

નવા મોશન પોસ્ટરમાં ફરી એકવાર સલમાન ખાને આ ફિલ્મની રિલીઝ અંગે ખુલાસો કર્યો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે આ વર્ષે જ રિલીઝ થવા જઇ રહી છે. મોશન પોસ્ટરમાં સલમાન ફરી એકવાર એ જ દબંગ અંદાજમાં આવી રહ્યો છે.

દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે અને એને સલમાન ખાન અને અરબાઝ ખાન પ્રોડક્શન હાઉસ પ્રોડ્યૂઝ કરી રહી છે. આ ફિલ્મ 2012માં આવેલી દબંગની સિક્વલ છે. સલમાને એ પણ જાહેરાત કરી છે કે આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

(5:14 pm IST)