Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કૌન બનેગા કરોડપતિ : ૧૧મી સીઝનના પ્રથમ કરોડપતીએ કયારેય મહાનગર જોયુ નથી

૧૫ સવાલોના સાચા જવાબો આપ્યાઃ ગુરૂ - શુક્રવારે પ્રસારણ

જહાનાબાદઃ સોની ટેલીવીઝન ચેનલ પર પ્રસારિત થતા રીયાલીટી શો કૌન બનેગા કરોડપતિની સીઝન ૧૧નો પહેલો કરોડપતિ મળી ગયો છે. માહિતી અનુસાર, જીલ્લાના હુવાસગંજમાં તાલુકાના ઢોંગરા ગામનો રહેવાસી સનોજ રાજે  આ રકમ જીતીને બિહારનુ નામ રોશન કર્યુ છે.

સોની ચેનલે મંગળવારે પોતાના ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ પર આ એપીસોડનો પ્રોમો પોસ્ટ કર્યો હતો. જેમાં સનોજ રાજ ૧૫માં સવાલનો જવાબ  આપીને  એક કરોડ જીતતો જોવા મળે છે. સોની ચેનલના ટ્વીટર પોસ્ટ અનુસાર હવે તે સાત કરોડ રૂપિયાના સવાલ માટે રમશે. સનોજના આ એપિસોડનું પ્રસારણ ગુરૂવાર અને શુક્રવાર થવાનુ છે.

ઉલ્લેખનિય છે કે બિહારના સનોજ રાજે કયારેય મહાનગર નથી જોયુ. તેના પિતા રામજનમ શર્મા સાધારણ  ખેેડુત છે. સનોજ પોતાનો અભ્યાસ જહાનાબાદમાં કર્યો છે. તેણે વર્ધમાનની એક કોલેજમાંથી બી ટેકનો અભ્યાસ કર્યો છે અને બે વર્ષથી સહાયક કમાન્ડરના પદ પર તે નોકરી કરે છે. જો કે તેની ઈચ્છા પ્રસાસંનિક ક્ષેત્રમાં જવાની છે. અને તે આઇએએસ બનવા માગે છે.

જણાવી દઇએ કે આ શોમાંથી થોડા દિવસો પહેલા બિહારના જ રંજીત કુમાર ૨૫ લાખ જીતી ચુકયા છે. મોગલકાળ સાથે સંકળાયેલા એક સવાલનો સાચો જવાબ ન આપી શકવાથી તે ૨૫ લાખ સુધી જ પહોચી શકયા  હતા. તે ગુડગાંવમાં ઈલેકટ્રીશીયન તરીકે નોકરી કરે છે. આ પહેલા પણ કૌન બનેગા કરોડપતિમાં પૂર્વ ચંપારણ જીલ્લાના સુશીલકુમારે પાંચ કરોડની રકમ જીતી હતી.

(3:21 pm IST)