Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો'નું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: અભિનેતા ગાયક આયુષમાન ખુરાના અને દંગલ ફેમ સાન્યા મલ્હોત્રાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ બધાઇ હોનું પહેલું પોસ્ટર તાજેતરમાં રિલિઝ થયું હતું.ખુદ આયુષમાને પોસ્ટર રિલિઝ કર્યું હતું. સોશ્યલ મિડિયા પર પોસ્ટર રિલિઝ કરતાં આયુષમાને લખ્યું, 'બધાઇ હો...ખુશ ખબરી હૈ... તમે શું માનો છો દોસ્તો ? સાન્યા મલ્હોત્રા... નીના ગુપ્તા... ગજરાજ રાવ...બધાઇ હો ફિલ્મ... જંગલી પિક્ચર્સ...'સાન્યાએ પણ ટ્વીટર પર પોસ્ટર રજૂ કરતાં પોતાના પાત્રની ઝલક વ્યક્ત કરી હતી. એણે લખ્યું હતું કે બહુત મજા આનેવાલા હૈ... બધાઇ હો... ટ્રેલર વીલ બી આઉટ ટુમોરો...આયુષમાન અને સાન્યા ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે. અગાઉ આયુષમાનના ભાઇ અપારશક્તિ ખુરાના સાથે સાન્યા દંગલમાં ચમકી ચૂકી છે. ફિલ્મમાં નીના ગુપ્તા અને ગજરાજ રાવ પણ મહત્ત્વની ભૂમિકામાં ચમકી રહ્યાં છે

(3:39 pm IST)