Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

દંગલના સાઉન્ડ ટેક્નિશિયન શાજિત કોયરીને હૃદયરોગનો ભારે હુમલો થતાં હોસ્પિટલમાં મળવા પહોંચ્યો આમિર ખાન

મુંબઈ: આમિર ખાનને અડધી રાતે અંધેરીની કોકીલાબહેન હોસ્પિટલમાં જોઈ ઇન્ડસ્ટ્રીમાં બધાને ટેન્શન થઈ ગયું . જોકે જ્યારે બધાને હકીકતની જાણ થઈ ત્યારે રાહત અનુભવવાની સાથે આમિર પ્રત્યેના માનમાં ઓર વધારો થયો. હકીકતમાં દંગલના સાઉન્ડ ટેક્નિશિયન શાજિત કોયરીને હૃદયરોગનો ભારે હુમલો થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એના પરિવારજનોએ આમિરને જાણ કરતા અડધી રાતે હોસ્પિટલ પહોંચી ગયો અને કોયરીના ખબરઅંતર પૂછવાની સાથે જરૂરી સહાય પણ કરી હતી. વાતની જાણ થતાં  અનેક ફેન હોસ્પિટલ પહોંચી ગયા અને આમિરની માનવતાના વખાણ કરવાની સાથે વાત સોશિયલ મીડિયા પર પણ શેયર કરી હતી.

(3:39 pm IST)