Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રિયાલિટી શોનો કિંગ પ્રિન્સ 12 ઓક્ટોમ્બરના કરશે યુવિકા ચૌધરી સાથે લગ્ન

મુંબઈ:ટીવી સ્ટાર પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી અત્યારે લગની વાતને લઈને ખુબ ચર્ચામાં છે રિયાલિટી શોના કિંગ તરીકે જાણીતો પ્રિન્સ નરુલા યુવિકા ચૌધરી સાથે 12 ઓટોમ્બરના લગ્ન કરશે. બન્નેના પરિવારજનો હાલમાં લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.લગ્નના રીતિ રિવાજ સિવાય મેહદી,સંગીતની સાથો સાથ કોકટેલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ રીતિ રિવાજોની શરૂઆત 10 ઓટોમ્બરથી શરૂ થઇ જશે. મળતી માહિત અનુસાર મુંબઈના સન એન્ડ  સેન્ડ હોટલમાં પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીના લગ્ન થવાના છે. પ્રિંસે 2015માં રોડીઝની12મી સીઝનનું ટાઇટલ જીત્યું હતું અને ત્યારે પછી રોડીજ એક્સ2માં 'અલ્ટીમેટ રાઉડી'નો ખિતાબ પણ જીત્યો હતો. અત્યારે પ્રિન્સ એકતા કપૂરની સિરિયલ નાગિન 3ના શૂટિંગમાં વ્યસ્ત છે.

(3:38 pm IST)