Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

'લુપ્ત': ડરાવવા આવી રહ્યો છે જાવેદ જાફરી

બોલીવૂડ અભિનેતા જાવેદ જાફરીની ફિલ્મ 'લુપ્ત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ પરદા પર સોૈને ખુબ ડરાવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. જાવેદ જાફરી આ ફિલ્મમાં ક્રોનિક ઇનસોમનિયા (નિંદર ન આવવાની બિમારી)થી પીડાતા શખ્સના રોલમાં છે. આ કારણે તેને ઘણીવાર અદ્રશ્ય લોકો પણ દેખાઇ જાય છે. લુપ્ત ટિપિકલ હોરર ફિલ્મ છે. જેમાં દરવાજાઓનો અવાજ, જોરદાર અવાજો, લાઇટનું લબક-ઝબક થવું અને ડરામણા ચહેરા આવુ બધુ જ છે. આ બધા વચ્ચે સુપરનેચરલ ઘટનાઓ પણ હશે. તેમજ રોડ ટ્રિપ દરમિાયન રાતમાં બનનારી ડરામણી ઘટનાઓ, અચાનક ડરાવી દેતા અવાજો સાંભળવા મળશે. આ ફિલ્મ હોરરના શોખીનોને ખુબ ગમશે. નિર્દેશન પ્રભુરાજે કર્યુ છે. ૫મી ઓકટોબરે રિલીઝ થનારી આ ફિલ્માં વિજય રાજ, કરણ આનંદ, મિનાક્ષી દિક્ષીત, નિકી વાલીયા જેવા કલાકારો પણ છે.

(9:27 am IST)