Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

દબંગ-૩ હવે આવતા વર્ષે રિલીઝ થશે

ચુલબુલ પાંડે ફરી આવી રહ્યો છે. દબંગ શ્રેણીની ત્રીજી ફિલ્મનું કામ શરૂ કરવા સલમાન ખાન તૈયાર છે. પણ હાલમાં વ્યસ્તતાને કારણે કામ આગળ વધતુ નથી. અરબાઝ ખાન નિર્માણ માટે તૈયાર છે અને પ્રભુદેવા પણ નિર્દેશનની ખુરશી પર બેસી ગયા છે. સોનાક્ષી સિન્હાને હીરોઇન તરીકે ફાઇન કરી લેવામાં આવી છે. દબંગ-૩ને આ વર્ષે જ એટલે કે ૨૦૧૮માં જ રિલીઝ કરી દેવાનું નક્કી કરાયું હતું. પરંતુ હજુ સુધી શુટીંગ પણ શરૂ થઇ શકયું નથી. પણ હવે સલમાન ખાને આ ફિલ્મ રિલીઝ કરવાની તારીખ નક્કી કરી લીધી છે. તે જાન્યુઆરી-૧૯માં શુટીંગ શરૂ દેશે અને મે મહિના સુધીમાં કામ પુરૂ થઇ જશે. આ ફિલ્મ નવા વર્ષમાં ગાંધી જયંતિ કે દિવાળી પર રિલીઝ થશે. સલમાનના દોસ્ત સાજીદની હાઉસફુલ-૪ પણ દિવાળી પર આવશે. સલમાનની ભારત આવતા વર્ષે ઇદ પર આવશે.

(9:27 am IST)