Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કાર્તિક આર્યન સાથે જોડી જમાવશે જૈકલીન ફર્નાન્ડીઝ

જૈકલીન ફર્નાન્ડીઝ સલમાન ખાનની ખુબ માનીતી છે. જો કે સલમાને તેને ભારત ફિલ્મમાં લેવાને બદલે પ્રિયંકાને લેવાનું નક્કી કર્યુ હતું. એ પછી પ્રિયંકાએ ફિલ્મ છોડતાં કેટરીનાની એન્ટ્રી થઇ હતી. હાલ જૈકલીન પાસે તારીખો ખાલી પડી હોઇ તેને કાર્તિક આર્યન સાથે ફિલ્મ ઓફર થતાં તે કામ કરવા રાજી થઇ ગઇ છે. કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'ની હિન્દી રિમેકમાં કામ કરવા તે રાજી થઇ ગઇ છે. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા અભિષેક જૈન નિર્દેશીત કરશે. કન્નડ ફિલ્મમાં નિખીલ સિધ્ધાર્થ અને સિમરન પનીજાએ મુખ્ય રોલ નિભાવ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ જૈકલીન અને આર્યન સાથે કામ કરી રહ્યાનું ટ્વિટર પર જણાવ્યું હતું. ફિલ્મના નિર્માતા અજય કપૂર, ધીરજ વાધવાન અને વૃતિકા લેકર છે.

(9:26 am IST)