Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર પર હંસલ મહેતા બનાવશે વેબ સીરીઝ

મુંબઈ: શાહિદ, અલીગઢ  અને ઓમેરતા જેવી ફિલ્મ્સના ડિરેક્ટર હંસલ મહેતા ટૂંક સમયમાં વેબ સિરીઝનું દિગ્દર્શન કરશે. દિગ્દર્શક હંસલ મહેતા અને નિર્માતા શૈલેષ આર સિંઘ ફરી એકવાર સાથે કામ કરવા તૈયાર છે. યુપીના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટર પર બંનેએ એક વેબ સિરીઝની જાહેરાત કરી છે.ગેંગસ્ટર વિકાસ દુબે તાજેતરમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. નિર્માતા શૈલેષ આર સિંહે વિવાદિત ગેંગસ્ટર વિકાસ દુબે પર વેબસીરીઝ બનાવવા માટે પોલરોઇડ મીડિયા સાથે હાથ મિલાવ્યા છે. તેનું દિગ્દર્શન હંસલ મહેતા કરશે. માહિતીને ફિલ્મ વિવેચક તરણ આદર્શ દ્વારા સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવી હતી. હાલમાં, વેબ સિરીઝ વિશે વધારે માહિતી નથી. બિકરૂ કેસમાં આઠ પોલીસકર્મીઓની હત્યામાં ચર્ચિત ગુનેગાર વિકાસ દુબેએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આત્મસમર્પણ કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસ સાથે કાનપુર પરત ફરતી વખતે રસ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે વિકાસ દુબેની હત્યા કરાઈ હતી.

(5:36 pm IST)