Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમારી ફિલ્મો જોવા તમને કોણ ફોર્સ કરે છે? :નેપોટિઝ્મ પર કરિના કપૂરના નિવેદનથી હોબાળો :ટ્વીટર પર ટ્રોલ

નેપોટિઝમ પર બોલનારા જ અમારી ફિલ્મો જોવા જાય છે:

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક લેટેસ્ટ ઈન્ટર્વ્યૂને લઈને ટ્વીટર યુઝર્સના નિશાના પર આવી છે. કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ તઈ રહ્યો છે. આ વીડિયોના કારણે અનેક લોકો સોશિયલ મીડિયામાં એક્ટ્રેસને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

આ વીડિયોમાં કરીના નેપોટિઝમ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે. જેમાં જર્નાલિસ્ટ કરીનાને પ્રશ્ન પૂછે છે. જેના જવાબમાં અભિનેત્રી જણાવે છે કે અરે ઑડિયન્સે જ અમને બનાવ્યા અને બીજા કોઈએ નહીં. હવે તેજ અમારા પર આંગળી ચીંધી રહ્યા છે. તમે જ નેપોટિઝમ પર બોલી રહ્યાં છો અને તમે જ ફિલ્મો જોવા જઈ રહ્યા છો. તો પછી ના જશોને અમારી ફિલ્મો જોવા માટે. કરીના કપૂરના આ નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. કોઈ તમને ફોર્સ નથી કરી રહ્યું

આ વીડિયોને શેર કરીને યુઝર્સ કરીના કપૂરને આડેહાથ લઈ રહ્યાં છે. આ નિવેદનના પગલે કરીના કપૂર ખાન ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે. જ્યાં કેટલાક લોકોએ તેના દ્વારા કહેલી વાત સાથે સહમતી દર્શાવી છે, તો સેંકડો લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

લોકોમાં એ વાતનો ગુસ્સો છે કે, કરીનાએ આવુ નહતું કહેવા જેવું. આ સાથે જ હવે યુઝર્સ કરીના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ના જોવાની વાત કરી રહ્યાં છે. બીજી તરફ કેટલાક યુઝર્સ કરીના કપૂરના આ નિવેદનને પોતાની ફિલ્મના પ્રમોટ કરવા માટેનો પબ્લીસિટી સ્ટંટ માની રહ્યાં છે.

(3:11 pm IST)