Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દરેક પાત્ર પ્રમાણે તમારે બદલાવું પડે છેઃ રાહુલ શર્મા

પ્યાર કી લુકાછુપીનો આ અભિનેતા ભગવાન, યોધ્ધા અને રાજકુમારના રોલ પણ ભજવી ચુકયો છે

મુંબઇ તા. ૧૧: અભિનય એક એવો વ્યવસાય છે જ્યાં તમે એક જ સમયે ઘણા લોકોનું જીવન જીવી શકો છો. તમે તમારા અનુભવોને જીવી શકો છો, લાગણીઓને મહેસુસ કરી શકો છો અને સહાનુભુતિ પણ રાખી શકો છો. અભિનય તમને પાછલા યુગમાં જવાની અને ભવિષ્ય કે ભુતકાળમાં જીવવાની પણ સુવિધા આપે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં સોૈથી વધુ મુશ્કેલી પાત્રના વ્યકિતત્વને અનુરૂપ થવામાં છે. રાહુલ શર્મા  ટીવી શો પ્યાર કી લુકાછુપીમાં સાર્થકનું પાત્ર ભજવી રહ્યો છે.

રાહુલે અત્યાર સુધીનીક ારકિર્દીમાં અનેક પ્રકારના રોલ નિભાવ્યા છે. સમયાંતરે તે નાટકો પણ કરતો રહે છે અને પોૈરાણિક શોમાં પણ પાત્રો ભજવતો રહે છે. અલગ-અલગ શોમાં તેણે શું અંતર જોયું? તે અંગે તેણે કહ્યું હતું કે પોૈરાણિક શો અને તેના ચરિત્રો નિભાવવા માટે ખુબ જ પ્રયાસ કરવો પડે છે. દાખલા તરીકે જો તમારે યોધ્ધાનો રોલ નિભાવવાનો હોય તો તમારે શારીરિક રૂપથી પણ બદલાવુ પડે છે. વિચારશરણી અને વ્યવહાર પણ યોધ્ધા જેવા કરવા પડે છે. મને યોધ્ધા, ભગવાન અને રાજકુમાર એવા પાત્રો ભજવવાની તક મળી ચુકી છે. મેં વિષ્ણુ ભગવાનનું પાત્ર ભજવ્યું ત્યારે ખુબ શાંત અને ધીરજવાન બનવું પડ્યું હતું. આવા પ્રયાસો જ કલાકારને સફળ બનાવે છે. પ્યાર કી લુકાછુપી દંગલ ચેનલ પર સાંજે સાત કલાકે પ્રસારીત થાય છે.

(11:40 am IST)