Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અસલી જિંદગીમાં પણ એ પ્રયાસ કર્યો હતોઃ નવાજુદ્દિન

નવાજુદ્દિન સિદ્દીકીએ અનહદ મહેનત કરીને બોલીવૂડમાં નામના મેળવી છે. તાજેતરમાં તેની ફિલ્મ 'રાત અકેલી હૈ' ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. જેમાં તેણે ઇન્સ્પેકટર જટીલ યાદવનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં નવાજ પોતાના કાળા રંગને કારણે પરેશાન હોય છે અને ચહેરો ચમકતો કરવા માટે ફેરનેસ ક્રીમ લગાવતો જોવા મળતો રહે છે.

નવાજુદ્દિને કહ્યું હતું કે મેં મારી અસલી જિંદગીમાં પણ આવા પ્રયાસો કર્યા છે, રૂપાળા બનવા માટે ફેરનેસ ક્રીમનો ઉપયોગ કર્યો છે. પણ મને ત્યારે ખબર નહોતી કે હું જે બ્રાન્ડેડ ક્રીમ લાવ્યો હતો તે હકિકતે તેના ભળતા દેખાવવાળી ડુપ્લીકેટ ક્રીમ હતી. હું રૂપાળો દેખાવ એ માટે થઇને મેં ખુબ સમય બરબાદ કર્યો હતો. સેક્રેડ ગેમ્સમાં યાદગાર પાત્ર ભજવનાર નવાજુદ્દિને કહ્યું હતું કે પહેલા મને મારા કાળા રંગને કારણે ઓછપ અનુભવાતી હતી. મને લાગતું કે મારી પર્સનાલિટી કંઇ જ નથી. પણ હવે હું આ હીન ભાવનામાંથી બહાર આવી ગયો છું.

(9:16 am IST)