Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

નકારાત્મક પાત્રો એક કલાકાર તરીકે ક્ષમતા આપે છેઃ શિતલ

ટીવી સિરીયલો અભિનેતા અને અભિનેત્રીઓ વગર અધુરા છે, પરંતુ એક ખલનાયક જ એવા હોય છે જે નાયકને નાયકના રૂપમાં પ્રસ્તુક કરે છે. ખલનાયક મતલબી, ક્રુર અને ડરામણા હોય છે. તે સતત કંઇક પ્લાન ઘડતા રહેતા હોય છે. હિન્દી ટીવી સિરીયલોમાં સતત આવી ભુમિકા કોઇને કોઇ અભિનેત્રી ભજવતી રહે છે. જેને એક વેમ્પ તરીકે ઓળખાય છે. આ મહિલાઓ પાસે મજબુત ઓનસ્ક્રીન વ્યકિતત્વ છે અને ઘણી વખત દર્શકોને ટીવી શોના માધ્યમથી તેની નકારત્મકતા જોવા મળે છે. આવી જ એક મજબુત અભિનેત્રી છે શિતલ મોૈલિક. શિતલ દંગલ ટીવીના શો પ્યાર કી લુકાછુપીમાં કલ્યાણી દીદીનો રોલ નિભાવી રહી છે. જે અંગદ (એલન કપૂર) અને સૃષ્ટિ (અપર્ણા દિક્ષીત)ના લગ્ન વખતે અંતિમ સમયે મુશ્કેલીઓ ઉભી કરે છે. શિતલ કહે છે કલ્યાણી દીદીના પાત્રની ધારણા સકારત્મક નથી. પરંતુ કહાનીને આગળ વધારવા એક વેમ્પની જરૂર હોય છે. દરેક સિરીયલોમાં મીર્ચમસાલા હોય છે. હું પણ મારા પાત્ર થકી એ જ આપી રહી છું. આવા પાત્રો એક કલાકાર તરીકે આગળ વધવામાં તમને ક્ષમતા આપે છે, અને આ સારી વાત છે.

(9:15 am IST)