Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અભિનય કરવો એ દિપીકાનું સપનુ નહોતું

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી દિપીકા કક્કડે તાજેતરમાં પોતાનો ચોત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. મહારાષ્ટ્ર પુનામાં જન્મેલી દિપીકાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન ૨૦૧૧માં રોનક સૈમસન સાથે થયા હતાં. જે વર્ષ ૨૦૧૫માં તૂટી ગયા હતાં. એ પછી તેણે શોએબ ઇબ્રાહીમ સાથે વર્ષ ૨૦૧૮માં બીજા લગ્ન કર્યા છે.  દિપીકાએ અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૧૦માં ટીવી શો નીર ભરે તેરે નૈના દેવી થકી કરી હતી. જેમાં તેણે લક્ષ્મીનું પાત્ર ભજવ્યું હતું. એ પછીના વર્ષમાં તેને અગલે જનમ મોહે બિટીયા હી કિજો શોમાં કામ કર્યુ હતું. જેમાં તેણે રેખા નામનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ સફળતા મળી નહોતી.  ત્યાર પછી આવેલા શો 'સસુરાલ સિમર કા'ને કારણે ઘર ઘરમાં જાણીતી બની ગઇ હતી. ઝલક દિખલા જા અને નચ બલીયે જેવા ડાન્સ રિયાલીટી શો પણ તે કરી ચુકી છે. બિગ બોસમાં પણ તે ભાગ લઇ ચુકી છે. અભિનય કરવો એ દિપીકાનું સપનું નહોતું. તે આ ફિલ્ડમાં આવી એ પહેલા એર હોસ્ટેસ હતી. પરંતુ નસિબ તેને આ ઇન્ડસ્ટ્રીમાં ખેંચી લાવ્યું હતું.

 

(9:14 am IST)