Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જેકી શ્રોફ ગુજરાતી ફિલ્મ વેન્ટીલેટરમાં જોવા મળશે

ગુજરાતી ફિલ્મ ૧૪મી સપ્ટેમ્બરે રજુ કરાશેઃ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ વેન્ટિલેટર ગુજરાતીમાં

અમદાવાદ, તા.૧૧: ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા બાદ બહુચર્ચિત ફિલ્મ વેન્ટિલેટર હવે આ વખતે ગુજરાતી દર્શકોના દિલ જીતવા પરત ફરી રહી છે. મરાઠી ફિલ્મ વેન્ટિલેટરે વિવેચકો તેમજ દર્શકો બંનેની ખૂબ જ પ્રશંસા મેળવી છે અને બોક્સ ઓફિસ પર પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ત્યારે ગુજરાતી વેન્ટિલેટરના સર્જક ઈરડા એન્ટરટેઈનમેન્ટ પોતાની બાહોશ ટીમની સાથે આ હૃદય-દ્રાવક વાર્તાને કહેવાનો રોમાંચ અનુભવે છે. ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટરમાં મહાન બોલિવુડ એક્ટર જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે જેકી શ્રોફની આ ડેબ્યુ ફિલ્મ હશે.  ગુજરાતી ફિલ્મમાં કામ કરવાના પોતાના ડેબ્યુ અનુભવને લઇ અત્યંત રોમાંચ સાથે બોલિવુડ એક્ટર જેકી શ્રોફે  જણાવ્યું હતું કે, આખરે મારી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં બનેલી ફિલ્મમાં મેં ભૂમિકા અદા કરી છે. મને આશા છે કે હું તેની અપેક્ષાઓને પરિપૂર્ણ કરી શકીશ. આ રિમેકની પટકથા નિરેન ભટ્ટ અને કરણ વ્યાસે લખેલી છે અને તેનું દિગ્દર્શન ઉમંગ વ્યાસે કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ ફાલ્ગુની પટેલ તથા સહ-નિર્માણ લોરેન્સ ડિ'સોઝાએ કર્યું છે. મરાઠી ફિલ્મના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર રાજેશ મપુસકર પણ ક્રિએટીવ ડાયરેક્શન અને માર્ગદર્શન માટે ફિલ્મસર્જકો સાથે જોડાયા છે. સહભાગીપણા વિશે તેમણે જણાવ્યું હતું કે, વેન્ટિલેટરને અન્ય સંસ્કૃતિમાં વણાયેલી જોવાનો રોમાંચ અનેરો રહેશે. મને સૌથી વધુ રોમાંચ તો આ ફિલ્મમાં આશુતોષ ગોવારીકરની ભૂમિકામાં જગ્ગુદાદાને જોવાનો છે. તેમને આ ફિલ્મમાં સામેલ કરવાનો મને આનંદ છે. આ ફિલ્મના પોસ્ટરને તા.૯મી ઓગસ્ટના રોજ લોંચ કરાયું હતું અને તેને ૧૪મી સપ્ટેમ્બરે રિલિઝ કરવામાં આવશે. દરમ્યાન આ સાહસ અને મનોરંજન વિશે ઈરડા એન્ટરટેઈન્મેન્ટના સ્થાપક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, બદલાતા સિનેમાના આ રસપ્રદ યુગમાં અમે કન્ટેન્ટમાં સમૃદ્ધ હોય અને વિશાળ શ્રેણીની ઓડિયન્સનું મનોરંજન કરે તેવી પટકથાઓ પર સમાંતર કાર્ય કરી રહ્યા છીએ. જેથી ગુજરાતી દર્શકોને એક કંઇક અનોખુ અને રસપ્રદ મનોરંજન પૂરું પાડવાના આશયથી જ ગુજરાતીમાં આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

(10:11 pm IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • રોહીંગ્યા શરણાર્થીની વાપસીનો માર્ગ ખુલવા સંભવ :બાંગ્લાદેશ,અને મ્યાંમારએ વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત કરવા હોટલાઇન સેવા શરુ :મ્યાંમારના ઓફિસ ઓફ સ્ટેટ કાઉન્સીલરના મંત્રી કયાવ ટિન્ટ સર્વે અને બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલ હસન મહમૂદ અલી વચ્ચે મ્યાંમારની રાજધાની નેપડામાં બેઠક યોજાઈ હતી access_time 12:17 am IST