Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ બહેરીનના પ્રિન્સ ડસન બિન રાશિદ અલી ખલીફાને ડેટ કરી ચૂકી છે

મુંબઇઃ બોલિવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ આજે 11 ઓગસ્ટના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. બર્થડે પર તે માતા સાથે યુરોપમાં હોલીડે મનાવી રહી છે. યુરોપથી જેકલીને કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેકલીન પોતાનો બર્થડે ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ સાથે ઉજવશે

11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં જન્મેલી જેકલીન 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સ પણ રહી ચૂકી છે. જેકલીનના પિતા શ્રીલંકામાં મ્યુઝિશિયન છે અને માતા એર હોસ્ટેસ હતી. ચાર ભાઈ બહેનોમાં જેકલીન સૌથી નાની છે

યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરનારી જેકલીને અભ્યાસ પૂરો કર્યા બાદ શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ જેકલીને મોડેલિંગની શરૂઆત કરી અને વર્ષ 2009માં એક મોડેલિંગ એસાઈમેન્ટના કારણે તે ભારત આવી

બોલિવૂડમાં જેકલીનની એન્ટ્રી સુજોય ઘોષની ફેન્ટસી ડ્રામા અલાદ્દીન ફિલ્મથી થઈ. ફિલ્મમાં જેકલીન રિતિશ દેશમુખ સામે અભિનેત્રી તરીકે હતી

ફિલ્મ ફ્લોપ ગઈ પરંતુ જેકલીનને બોલિવૂડમાં કામ મળવાનું શરૂ થઈ ગયું. વર્ષ 2011માં આવેલી ફિલ્મ મર્ડર 2 હિટ ગઈ અને જેકલીનને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી. મર્ડર 2ની સફળતા બાદ જેકલીનની હાઉસફૂલ 2 અને રેસ 3 પણ  લોકોને ગમી

વર્ષ 2014માં આવેલી સલમાન ખાનની ફિલ્મ કિક થી બોલિવૂડમાં જેકલીનને મેઈન સ્ટ્રીમ અભિનેત્રી તરીકેની ઓળખ મળી. ફિલ્મની સફળતા બાદ સલમાન ખાને જેકલીનને બ્રાન્દ્રામાં થ્રી બીએચકે ફ્લેટ ગિફ્ટ કર્યો. ત્યારબાદ જેકલીને ટીવીમાં પણ એન્ટ્રી મારી. જેકલીને ટીવી રિયાલિટી શો ઝલક દિખલા જાની નવમી સિઝનને જજ કરી હતી

સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી બોલનારી જેકલીને બોલિવૂડમાં કામ કરવા માટે હિંદી શીખવી પડી હતી. અહેવાલોનું માનીએ તો જેકલીન બેહરીનના પ્રિન્સ ડસન બિન રાશિદ અલી ખલીફાને ડેટ કરી ચૂકી છે. હસન સાથે સંબંધ તૂટ્યા બાદ જેકલીનનું નામ ડાઈરેક્ટર સાજિદ ખાન સાથે પણ જોડાયુ હતું

બોલિવૂડમાં જેકલીને અત્યાર સુધી રેસ 3, જુડવા 2, જેન્ટલમેન, ફ્લાઈંગ જાટ, હાઉસફૂલ 3, રોય, બ્રધર્સ, બેંગિસ્તાન, કિક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જેકલીન જલદી ડ્રાઈવ ફિલ્મમાં જોવા મળશે

જેકલીન બોલિવૂડમાં આઈટમ સોંગ જુમ્મે કી રાત, એક દો તીન.., લત લગ ગઈ, બીટ પર બુટ્ટી, ચિટ્ટીયા કલાઈયા, ચંદ્રલેખા જેવા ગીતોના કારણે પણ ફેમસ છે.

જેકલીન ફર્નાન્ડિસ ફિટનેસ ફ્રીક છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. જેકલીન છાશવારે પોતાના ફિટનેસ વીડિયો અને ફોટા ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. જેકલીનને તેના બર્થડે પર ખુબ ખુબ શુભેચ્છાઓ.

(5:35 pm IST)
  • લલીત વસોયા અને હાર્દિક પટેલ સહિત તમામ ધારાસભ્યો-અટકાયતીઓને મુકત કરી દેવાયાઃ લલીતભાઇ પાસેથી લેખિતમાં બાંહેધરી લેવાયાના હેવાલો access_time 3:35 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST