Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

'કસોટી જિંદગી કી'માં થશે કિંગ ખાનની સ્પેશ્યલ એન્ટ્રી

મુંબઈ: એકતા કપૂરનો પોપ્યુલર ટીવી સિરિયલ શો 'કસોટી જિંદગી કી' 10 સપ્ટેમ્બરથી ઓન એર થવાનો છે. તાજેતરમાં આ સીરિયલને લઈને મોટા સમાચાર મળ્યા છે. મળતી માહિતી મુજબ બૉલીવુડ ના કિંગ ખાન શાહરુખ આ સીરિયલમાં સ્પેશિયલ એન્ટ્રી લેશે. સીરિયલમાં શાહરુખ નૈરેટરની ભૂમિકામાં નજરે પડશે. શાહરુખ ખાન સીરિયલમાં પ્રેરણા અને અનુરાગના પાત્રની ઓળખાણ  દર્શકોને કરાવશે.આ ખબર મળતાજ દર્શકોમાં સીરિયલને લઈને ઉત્સુકતા વધી ગઈ છે,

(4:22 pm IST)
  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST