Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સુનિલ શેટ્ટી ફિલ્મો સાથે સફળ બિઝનેસમેન: વર્ષમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરે છે

પોપકોર્ન એન્ટરટેનમેન્ટના નામે પ્રોડક્શન હાઉસ ધરાવે છે

મુંબઈ :બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીનો આજે જન્મ દિવસ છે. 11 ઓગસ્ટ 1961ના મેંગ્લોર સ્થિત મુલ્કી નામના કસ્બામાં જન્મેલા સુનીલ શેટ્ટીએ આશરે 110 ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, સુનિલ શેટ્ટી ફિલ્મો સાથે રિયલ લાઈફમાં પણ એક સફળ બિઝનેસમેન છે. તે વર્ષમાં આશરે 100 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેમજ પોપકોર્ન એન્ટરટેનમેન્ટના નામે પ્રોડક્શન હાઉસ ધરાવે છે

 

(1:49 pm IST)