News of Friday, 10th August 2018

સપના દૂબે... ભૈયાજી કી ધરમ પત્નિ ઓૈર ગરમ પત્નિ

સની દેઓલની ફિલ્મમાં પ્રિતીનો જબરદસ્ત લૂક

સની દેઓલની ફિલ્મ ભૈયાજી સુપરહિટ હવે ૧૯મી ઓકટોબરે રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિતી ઝીંટા પણ જબરદસ્ત લૂકમાં જોવા મળશે. તેનું પોસ્ટર રિલીઝ થયું છે જેમાં તે લાલ સાડી અને હાથમાં રિવોલ્વર સાથે ઉભેલી દેખાય છે. પોસ્ટરમાં લખ્યું છે-સપના દૂબે, ભૈયાજી કી ધરમ પત્નિ ઓૈર ગરમ પત્નિ...બોલતી કમ ગોલી જ્યાદા ચલાતી હૈ. આ પોસ્ટરને પ્રિતી ઝીંટાના ચાહકો પસંદ કરી રહ્યા છે. જો કે સની દેઓલ અને પ્રિતીની આ ફિલ્મ ખુબ જુની છે. શુટીંગ લાંબા સમય પહેલા થઇ ગયું છે હવે રિલીઝ થઇ રહી છે. સની, પ્રિતીની સાથે શ્રેયશ તલપડે, અરશદ વારસી, અમિષા પટેલ અને વિજેન્દ્ર કાલા, જયદીપ અહલાવત, મુકુલ દેવ, પંકજ ત્રિપાઠી અને પંકજ ઝા પણ જોવા મળશે. સની દેઓલ ગેંગસ્ટરના રોલમાં છે.

(10:14 am IST)
  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST