Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ટીવીના સૌથી વિવાદીત શો બિગ બોસ-૧૩ની પ્રસિદ્ધ હરીફ શહનાઝ ગિલ અને સિંગર ટોની કક્કડ નવા ગીત કુર્તા પજામામાં સાથે જોવા મળશે

નવી દિલ્હી: ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ-13'ની પ્રસિદ્ધ હરીફ શહનાઝ ગિલ અને સિંગર ટોની કક્કડ નવા ગીત કુર્તા પજામામાં સાથે જોવા મળશે. ટોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સોન્ગનું એક પોસ્ટર શેર કરતા લખ્યું, કુર્તા પજામા, શહનાઝ ગિલની સાથે. 17 જુલાઇના રિલીઝ થશે.

ગીતના આ પોસ્ટરમાં શહનાઝ કાળા રંગના ઓફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે ટોની એક ફંકી ડ્રેસ અપમાં જોવા મળી રહ્યો છે. રાહુલ શેટ્ટીએ કુર્તા પજામા ગીતનું નિર્દેશન કર્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલા શહનાઝ ગિલ દર્શન રાવલના મ્યૂઝિકલ સિંગલ 'ભુલા દુંગા'માં સિદ્ધાર્થ શુક્લાની સાથે જોવા મળી હતી.

સિદ્ધાર્થ શુક્લાની સાથે શહનાઝ ગિલની જોડી લોકોને 'ભુલા દુંગા'માં ખુબ જ પંસદ આવી હતી. એટલું જ નહીં, આ સોન્ગને યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 7 કરોડથી વધારે વખત જોવામાં આવ્યું છે. સોન્ગમાં શહનાઝ અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રીને જોઇ ચાહકો તેમનું દિલ હારી બેઠા છે. દર્શન રાવલ દ્વારા ગાવવામાં આવેલું આ સોન્ગમાં હાર્ટબ્રેક અને પ્રેમની સ્ટોરીને ઘણી ખુબશૂરતી સાથે દેખાડવામાં આવી છે.

(5:20 pm IST)
  • અમદાવાદ સિવિલના સ્પે.સુપ્રી.ના પૌત્રને વીવીઆઈપી રૂમની સવલત અને સારવાર અપાતા સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાઃ તેમના વોર્ડ તરફ જતી લીફટ બંધ કરાઈઃ ખાનગી સીકયોરીટી ગોઠવ્યાની ચર્ચા access_time 5:48 pm IST

  • ગુજરાત આઈબીના પોલીસ ઇન્સ્પેકટર જફર બહેલીમનું કોરોનાથી નિધન : ત્રણ દિવસની બીમારી બાદ સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા :જફર બહેલીમ એક બિન વિવાદાસ્પદ અને ઉમદા માણસ હતા :લગભગ બે વર્ષ પહેલા જ તેઓ સબ ઇન્સ્પેકટરથી બઢતી પામીને પીઆઇ બન્યા હતા access_time 7:22 pm IST

  • અમેરિકીઓ ઉપર ભય: ચીનમાં અમેરિકી નાગરિકો માટે મહત્તમ સિક્યુરિટી એલર્ટ, ચીનાઓ ગમે ત્યારે પુરી દયે અને દેશ બહાર જવા ન દયે તેવી શકયતા access_time 1:10 am IST