Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કન્નડ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'લો' નું ટ્રેલર થયું રિલીઝ: 17 જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે પ્રીમિયર

મુંબઈ: રઘુ સમર્થ દિગ્દર્શિત કન્નડ ફિલ્મ 'લો' નું ટ્રેલર શુક્રવારે રિલીઝ થયું છે. આ ફિલ્મ વિશ્વવ્યાપી 200 થી વધુ દેશોમાં 17 જુલાઈ, 2020 ના રોજ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર વિશિષ્ટરૂપે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં રાગિની પ્રજ્વલા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સિરી પ્રહલાદ અને અભિનેતા ચંદ્રૂ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એમેઝોન પ્રાઇમ વિડિઓએ ફિલ્મના ટ્રેલરની લિંક ટ્વિટર પર શેર કરી છે.'લો' એ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મથી રાગિની પ્રજ્વલા અભિનેત્રી તરીકે ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં તે નંદની નામની યુવતીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તે ફિલ્મમાં તે વકીલની ભૂમિકા નિભાવી રહી છે.ફિલ્મ 'લોનું નિર્માણ અશ્વિની પુનીત રાજકુમાર અને એમ ગોવિંદા કરે છે અને આ ફિલ્મનું દિગ્દર્શન રઘુ સમર્થે કર્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મ ચંદન ઉદ્યોગની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનો પ્રીમિયર 17 મી જુલાઇએ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર થશે.

(4:35 pm IST)
  • લોકડાઉનની અફવા પર સરકારનો ખુલાસો : લોકડાઉન અંગે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા : મુખ્ય સચિવે કોઈ વિડીયો કોન્ફરન્સ કરી નથી : રાજયમાં ફરીથી લોકડાઉન નહિં આવેસુરત આરોગ્ય મંત્રીના પુત્રએ મહિલા પોલીસ સાથે જીભાજોડી કરી access_time 5:56 pm IST

  • ભારત ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં પ્રધાન ચેતન ચૌહાણનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : તેમનો ટેસ્ટ આજે સવારના ભાગે કરવામાં આવ્યો હતો access_time 1:02 am IST

  • ચા ની હોટલોને જ કેમ કોરોના સુપરસ્પ્રેડર ગણવામાં આવે છે? : રાજકોટમાં અન્ય દુકાનો શો-રૂમમાં પણ ટોળા હોય છે તે કેમ સીલ નથી થતાઃ તંત્રની બેધારી નતિ અંગે રણજીત મુંધવા-જગદિશ ભરવાડની મુખ્યમંત્રીને રજુઆતઃ ચાની હોટલોને વિના કારણ સીલ નહી મારવા માંગણી access_time 3:09 pm IST