Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સિંગાપોરમાં મેડમ તુસાદ મ્‍યુઝિયમમાં અનુષ્‍કા શર્માનું બોલતુ સ્‍ટેચ્યુ મુકાશેઃ ટૂંક સમયમાં લોન્ચ કરાશે

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું સિંગાપોરનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં વેક્સ સ્ટેચ્યુ લાગવાનું છે પણ આ વેક્સ સ્ટેચ્યુની ખાસ વાત એ છે કે એવું પહેલી વખત બનશે જ્યારે કોઇ સેલિબ્રિટીનું બોલતુ સ્ટેચ્યુ રાખવામાં આવશે. આ સ્ટેચ્યુમાં એવું ફિચર મુકવામાં આવશે જે વાત કરી શકે.

આપને જણાવી દઇએ કે મેડમ તુસાદ મ્યુઝિયમ અનુષ્કાનાં આ બોલતા ફિચર વાળુ સ્ટેચ્યુ ટૂંક સમયમાં જ લોન્ચ કરશે.  મ્યુઝિયમમાં અનુષ્કાનું સ્ટેચ્યુ ફોન પકડેલું હશે. મેડમ તુસાદ સિંગાપોરનાં જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યું કે, અનુષ્કાનું સ્ટેચ્યુ મુકાવવા માટે દર્શકોએ તેમને અનુરોધ કર્યો હતો.

(6:01 pm IST)