Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કરણની ફિલ્મમાં પતિ-પત્નિના રોલમાં અક્ષય-કરીના

કરણ જોહરે સતત ફિલ્મો બનાવવાનું શરૂ કર્યુ છે. એક પછી એક ફિલ્મો તૈયાર થઇ રહી છે. બોલીવૂડના તમામ સ્ટાર સાથે ફિલ્મ કરવાની તેની ઇચ્છા હોય તેમ હવે તેણે અક્ષય કુમાર અને કરીના કપૂરને લઇને ફિલ્મ બનાવવા તૈયારી કરી છે. કરણની કેટલીક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, તો કેટલીક ફિલ્મોનું શુટીંગ ચાલી રહ્યું છે. હજુ નવી અનેક સ્ક્રિપ્ટ હાથ પર છે.  કરીનાએ તો આ ફિલ્મમાં પોતે કામ કરી રહ્યાની પુષ્ટી પણ કરી દીધી છે. અક્ષય કુમાર અને કરીના કપૂર આ ફિલ્મમાં પતિ-પત્નિના રોલમાં હશે. અગાઉ પણ આ બંને સાથે કામ કરી ચુકયા છે. આ ફિલ્મમાં તે એક બાળકના માતા-પિતા અને અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં દંપતિના રોલમાં હશે. આ ફિલ્મ મલ્ટીપ્લેકસના દર્શકોને ધ્યાને રાખીને બનાવાશે.

(10:18 am IST)