Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ઍક બાળકે ‘મા’ કહીને સંબોધન કર્યા બાદ ઍક પછી ઍક બાળકો પણ ‘મા’ કહીને બોલાવવા લાગતા કોરીયોગ્રાફર ગીતા કપૂરમાંથી ‘ગીતા મા’ તરીકે ફેમસ થઇ ગયા

અમદાવાદઃ  ડાન્સ માસ્ટર અને કોરિયોગ્રાફર ગીતા મા ને તો તમે ઓળખતા જ હશો. ફરહા ખાન જોડે મળીને તેમણે અનેક ફિલ્મોમાં અનેક સુપર હીટ ગીતોની કોરિયોગ્રાફી કરી છે. એટલું જ નહીં ડાન્સ ઈન્ડિયા ડાન્સ જેવા અનેક રિયાલિટી શોમાં જજ બનીને પણ ગીતા મા એ અનેક ડાન્સની લાઈફ બનાવી છે. જોકે, કુંવારા હોવા છતાં ગીતા માંથી તેઓ ગીતા મા કઈ રીતે બની ગયા એ કહાની પણ જાણવા જેવી છે. સાથે જ તેમની પ્રેમકહાની પણ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણિતા ડાન્સ કોરિયોગ્રાફરમાં ગીતા કપૂર હાલ ડાન્સ રિયાલિટી શો માં જજ છે. ગીતા કપૂરે હજી સુધી લગ્ન નથી કર્યા પરંતું તેના ફેન્સ અને રિયાલિટી શોઝના કન્ટેસ્ટન્ટ તેને 'ગીતા મા' કહીને બોલાવે છે. તેની પાછળનું કારણ એવું છેકે, તેમના ડાન્સ ગ્રૂપમાંથી એક બાળક તેમને મા કહીને બોલાવતો હતો. ત્યાર બાદ એકનું જોઈને બીજા બાળકો પણ તેમને મા કહીને બોલાવવા લાગ્યાં. જોત-જોતામાં ગીતા કપૂરમાંથી તેઓ ગીતા મા બની ગયા. આજે બધા જ તેમને ગીતા મા કહીને બોલાવે છે.

થોડા દિવસ પહેલા ગીતા કપૂરે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા હતા, જેમાં તેને સિંદૂર લગાવેલ હતું. આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ગીતા કપૂર આ અગાઉ પણ તેના અફેયરના કારણે ચર્ચામાં આવી ચૂકી છે. કોરિયોગ્રાફર ગીતા કપૂર કેટલાક વર્ષો પહેલા તેના અફેયરના કારણે ચર્ચામાં આવી હતી, લોકોએ તેમના એક મિત્રને બોયફ્રેન્ડ માની લીધો હતો, ગીતા માની આ વ્યક્તિ સાથેના ફોટા વાયરલ થયા હતા, લોકોએ એવો અંદાજો લગાવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ગીતા મા સાથે જે વ્યક્તિના ફોટા વાયરલ થયા હતા તેનું નામ રાજીવ ખિંચી છે, રાજીવ અને ગીતા ખૂબ જ સારા મિત્રો છે, રાજીવ ખિંચી જાણીતા મોડલ છે, જે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ એક્ટિવ છે. જ્યારે બંનેના નામની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે રાજીવે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે તે બંને સારા મિત્ર જ છે. ઘણા સ્થળો પર રાજીવ અને ગીતા ઘણીવાર એકસાથે જોવા મળતા હતા, બંને એકબીજા સાથે ઘણો સમય સાથે વીતાવતા હોય છે. રાજીવ અને ગીતાએ લગભગ સાથે જ કારકિર્દીની શરૂઆત કરી હતી. ગીતા માએ હજી સુધી લગ્ન ન કર્યા, લોકોનું માનવું છે કે ગીતાના હ્રદયમાં રાજીવ માટે ખાસ જગ્યા છે. 

(5:09 pm IST)
  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST