Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગુજરાતી ફિલ્મ માટે 12 વર્ષ બાદ નેહા મહેતાએ છોડ્યો અંજલી ભાભીનો રોલ

ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર આધારિત: ફિલ્મની વાર્તા મોડર્ન નવ દુર્ગા સાથે જોડાયેલી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે. જોકે શોના દર્શકોની ફરિયાદ પણ ઘણી રહી છે. શોમાં ઘણા કલાકારો બદલાયા છે તેવામાં  લેખક તારક મહેતાની પત્ની અંજલી ભાભીને પણ લોકો મિસ કરતા જોવા મળે છે.

અંજલી ભાભી તેમના સ્વીટ સ્વભાવના કારણે લોકપ્રિય છે. વર્ષો સુધી નેહા મહેતાએ આ પાત્રમાં જીવ પૂર્યો. અને 12 વર્ષ બાદ તેમણે આ પાત્રને અલવિદા કહ્યું. તાજેતરમાં જ નેહા મહેતાનો જન્મદિવસ પણ હતો નેહા મહેતાનો જન્મ 9 જૂન, 1978 માં ભાવનગરમાં થયો હતો. અને તેમણે 2001 માં ટીવી સિરિયલ ડોલર બહુથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

  નેહા આ લોકપ્રિય કોમેડી શો સાથે 12 વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી. પરંતુ વર્ષ 2020 માં, નેહાએ શોમાંથી એક્ઝીટ લેવાનું નક્કી કર્યું. તેના નિર્ણયથી ચાહકો ચોંકી ગયા હતા. ઘણા ચાહકોએ એવી માંગ પણ કરી હતી કે અંજલી ભાભીને શોમાં પાછા લાવવા જોઈએ. પરંતુ આ શક્ય થઈ શક્યું નહીં. અફવાઓ એવી પણ ફેલાઇ હતી કે નેહાને શોના નિર્માતાઓ સાથે થોડી તકરાર થઈ છે, જેના કારણે તેણે આ શો છોડી દીધો છે

   આ બાદ નેહા મહેતાએ ખાનગી સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે મને આ શોની ઓફર કરવામાં આવી હતી, તે દરમિયાન મને બહુ વિશ્વાસ નહોતો કે હું આ ભૂમિકા કરી શકીશ. પરંતુ મેં આ શોમાં 12 વર્ષ સુધી કામ કર્યું. આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મો તરફ વળી.

નેહા મહેતાએ કહ્યું હતું કે “મેં હમણાં જ એક ગુજરાતી ફિલની શૂટિંગ પૂરી કરી છે. તેમાં એક મોટા રોલમાં જોવા મળીશ.” તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી પરંતુ આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર આધારિત છે. અને નેહા મહેતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મોડર્ન નવ દુર્ગા સાથે જોડાયેલી છે.

 

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ પહેલા પણ નેહા મહેતા ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષ 2010 માં આવેલી ફિલ્મ બેટર હાફમાં નેહા મુખ્યું ભૂમિકામાં હતી. આશિષ કક્કડ દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મને ઘણા લોકો અર્બન સિનેમાની શરૂઆત પણ ગણાવે છે.

(12:22 pm IST)
  • પેટીએમ, ઇન્ફોસિસ અને મેકમાયટ્રિપ કમ્પનીઓએ ઓનલાઇન કોરોના રસીના બુકિંગ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:32 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST