Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રીનાને ભજવવા છે ગ્રે શેડ પાત્રો

અભિનેત્રી રીના કપૂર એક દસકથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે સોૈથી વધુ શાંત અને સકારાત્મક પાત્રો ભજવ્યા છે. હાલમાં તે રંજૂ કી બેટીયા શોમાં માનો રોલ નિભાવી રહી છે. પિતૃસત્તાક સમાજમાં તે એકલે હાથે ચાર ચાર દિકરીઓની દેખભાળ કરી રહી છે. તેના દરેક પાત્રો જો કે દર્શકોને પસંદ પડ્યા છે. રીના કહે છે હવે મારી ઇચ્છા કંઇક અલગ કરવાની છે. મારે નેગેટિવ-ગ્રે શેડ પાત્રો પણ હવે તક મળે તો ભજવી લેવા છે. મારા માટે ચોક્કસપણે આ ભુમિકા પડકારરૂપ હશે. શોમાં દિપશીખા નાગપાલ રંજૂના પતિ અયુબ ખાનની બીજી પત્નિની ભુમિકા નિભાવી રહી છે. રીના કહે છે મને મારી ભુમિકાઓ સાથે પ્રયોગ કરતાં રહેવું ગમે છે. કદાચ નેગેટિવ પાત્રો મળે તો હું એ નિભાવવામાં અસહજ જરાય નહિ હોઉં.  દરેક કલાકાર પોતાને મળતા પાત્રોને અલગ રીતે નિભાવતા હોય છે. શોમાં દિપશીખા લલીતાનું પાતર ખુબ સારું નિભાવી રહી છે. મારું પાત્ર રંજુ બહુ ભણેલુ નથી છતાં તે પોતાના દમ પર જિંદગી જીવે છે.

(10:23 am IST)
  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST