Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

આગળ વધી રહ્યો છે અધ્યયન

શેખર સુમનના દિકરા અધ્યયનસુમનની કારકિર્દી ફરી વેગ પકડી રહી છે. તાજેતરમાં તેનું મ્યુઝિક આલ્બમ પેગ દરિયા સે આવ્યું હતું. જેમાં દિલ તુટી ગયા પછી કઇ રીતે તેમાંથી બહાર આવવું તેની વાત છે. નોંધનીય વાત એ છે કે અધ્યયને અસલી જિંદગીમાં પણ બબ્બે વખત દિલ તોડાવ્યું છે. એક વખત માયરા મિશ્રા અને બીજી વખત કંગનાને કારણે અધ્યયનું હૃદય ભંગ થયું હતું. તે કહે છે હું કોઇનું નામ લઇને વાત નહિ કરું. પણ એટલુ કહીશ કે નવી નવી જુવાનીમાં દિલ તૂટે એટલે તમે સાવ ભાંગી જ પડો. દેવદાસ જેવા થઇ જાવ, પરંતુ ત્રીસ પછી તમે પરિપકવ થઇ જાઓ છો. ત્યારે તમે તમારી જાતને સમજાવી અને સંભાળી શકો છો. હું એ વખતે સાવ ભાંગી પડ્યો હતો. પણ પછી સમજાયું જે થવાનું હતું એ થઇ ગયું. અધ્યયન વેબ સિરીઝ આશ્રમમાં પણ ખાસ ભુમિકામાં જોવા મળ્યો હતો. એક સમયે તેની કારકિર્દી પણ ડામાડોળ થઇ ગઇ હતી. ત્યારે તેના માતા-પિતા પણ દુઃખી થઇ ગયા હતાં. પરંતુ તેમણે જ તેને એ સમયમાં સાથ આપ્યો હતો. અધ્યયન હવે માતા-પિતાની છત્રછાંયાથી દુર રહી તેમના આશીર્વાદથી મંઝીલ તરફ નીકળી ગયો છે.

(10:23 am IST)
  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST