Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

હોરર કોમેડીમાં રિતેશ અને સોનાક્ષી કરશે સાથે કામ

સોનાક્ષી સિન્હા પાસે ફરીથી કામ વધી ગયું છે. એક પછી એક નવા પ્રોજેકટ તે હાથ પર લઇ રહી છે. હવે તે રિતેશે દેશમુખ સાથ એક હોરર કોમેડી ફિલ્મ કરવાની છે. પહેલી જ વખત સોનાક્ષી અને રિતેશ એક સાથે કામ કરશે. રોની સ્ક્રૂવાલા આ ફિલ્મ બનાવી રહ્યા છે અને ફિલ્મ માટે તૈયારી શરૂ થઇ ગઇ છે. સોનાક્ષી અને રિતેશે આ ફિલ્મ માટે હા કહી દીધી છે. આ ફિલ્મ માટે નિર્દેશક પણ નવા હશે. ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ રાજસ્થાનમાં કરવામાં આવશે. બધુ બરાબર ચાલ્યું તો આ વર્ષે સપ્ટેમ્બરમાં શુટીંગ શરૂ કરી દેવામાં આવશે. સોનાક્ષી સિન્હાની આવનારી ફિલ્મોમાં ભુજ, બુલબુલ તરંગ, ફોલન સહિતની સામેલ છે. રિતેશ દેશમુખ હાલમાં શશાંક ઘોષની ફિલ્મનું કામ પુરૂ કરવામાં વ્યસ્ત છે. સોનાક્ષીની ડિજીટલ માધ્યમની ફિલ્મ ફોલન પણ ખુબ ચર્ચામાં છે. જેમાં તે પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાની છે.

(10:22 am IST)
  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST