Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઈમ્તિયાઝ અલી સાથે ફરી કામ કરી રહ્યો છે રણદીપ હુડ્ડા : પાંચ વર્ષ પછી જોવા મળ્યા સાથે

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા એકવાર ફરી નિર્દેશક ઈમ્તિયાઝ અલી સાથે કામ કરી રહ્યો છે આ પહેલા રનદીપે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ હાઇવે માં કામ કર્યું હતું. હવે પાંચ વર્ષ પછી ફરી બન્નને સાથે ફિલ્મ કરી રહ્યા છે. રનદીપે ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મની શૂટિંગ પણ પુરી કરી લીધી છે જેમાં મુખ્ય ભૂમિકામાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન છે. રનદીપે ઈમ્તિયાઝ અલી સાથે ફોટો શેયર કરીને ફેન્સને આગામી ફિલ્મની શૂટિંગ પુરી કરી લીધાની માહિતી આપી છે. હાઈવેના પાંચ વર્ષ પછી ફરી સાથે કામ કરવની મજા આવી.

(5:10 pm IST)