Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ટીવી શો માટે દિપીકા ઘટાડ્યું વજન

ટીવી અને ફિલ્મોના કલાકારો રોલને અનુરૂપ થવા માટે વજન વધારતા અને ઘટાડતા રહે છે. દિપીકા કક્કડે પણ તાજેતરમાં એક શો માટે વજન ઘટાડ્યું છે. સંદિપ સિકંદના શો 'કહાં હમ કહાં તુમ'માં દિપીકા કરણ વી. ગ્રોવર સાથે જોવા મળશે. લવસ્ટોરી પર આધારીત આ શોમાં અલગ-અલગ ફિલ્ડમાં કામ કરતી  બે વ્યકિત પ્રેમમાં પડે છે અને પછી કઇ રીતે પોતાની રિલેશનશીપ નિભાવે છે તેની વાત છે. દિપીકાએ કહ્યું હતું કે આ શો માટે મારે વજન ઓછુ કરવું પડ્યું છે. આ શો ૧૭મી જુનથી કૃષ્ણા ચલી લંડન શોની જગ્યાએ શરૂ થશે.

(11:42 am IST)