Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ફિલ્મનું શુટીંગ પુરૂ ન થાય ત્યાં સુધી શ્રધ્ધા કપૂર નહિ ખાય બ્રેડ

આશિકી ગર્લ શ્રધ્ધા કપૂર હાલમાં ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના શુટીંગ માટે તે તાજેતરમાં દુબઇ ગઇ હતી. એ પછી બીજા શેડ્યુલના શુટીંગ માટે ઇંસ્તાંબુલ ગઇ હતી. એટલુ જ નહિ ત્યાંથી એન્ટાલ્યા અને એન્ટાલ્યાથી ફરી ઇસ્તાંબુલ પહોંચી હતી. એ પછી માત્ર પાંચ કલાક માટે મુંબઇ આવી હતી. ત્યારબાદ ફરીથી મુંબઇથી હૈદરાબાદ શુટીંગ માટે જવું પડ્યું હતું. આ જોતાં શ્રધ્ધા ટ્રાવેલિંગ મામલે વધુ સિરીયસ હોય તેમ જણાય છે.   શ્રધ્ધાએ પોતાની ટ્રાવેલિંગની તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. શ્રધ્ધાએ સ્ટ્રીટ ડાન્સરના પોતાના રોલને ન્યાય આપવા ખુબ મહેનત કરી છે અને એવો નિર્ણય કર્યો છે કે આ ફિલ્મનું શુટીંગ પુરૂ નહિ થાય ત્યાં સુધી પોતે બ્રેડ નહિ ખાય. સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં વરૂણ ધવન સાથે શ્રધ્ધાની જોડી છે. એબીસીડી-૨માં પણ આ બંને સાથે હતાં.

(11:42 am IST)