Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

આ ફિલ્મથી અનેક સારી બાબતો સામે આવશેઃ દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણની લગ્ન પછીની ફિલ્મ 'છપાક' આવી રહી છે. આ ફિલ્મનું પોતાના ભાગનું શુટીંગ દિપીકાએ પુરૂ કરી લીધું છે. એસિડ હુમલાનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલની જિંદગી પર આધારીત આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં છે. છપાકમાં દિપીકાએ પોતાની કારકિર્દીનો સોૈથી વધુ પડકારજનક રોલ નિભાવ્યો છે. તેણે શુટીંગ પુરૂ થયું એ પછી સમગ્ર ટીમ સાથેની તસ્વીર પોસ્ટ કરી લખ્યું હતું કે મારી કારકિર્દીની સોૈથી સારી ફિલ્મનું શુટીંગ ખત્મ થયું છે. આ ફિલ્મની કહાની ખુબ જ મહત્વપૂર્ણ છે અને સત્ય ઘટના પર આધારીત છે. આ કારણે મને આશા છે કે ફિલ્મ થકી ઘણી સારી બાબતો સામે આવશે...શુટીંગ ભલે પુરૂ થયું પરંતુ માલતી અને અમોલ બંનેની યાદને હમેંશા મારી સાથે રાખીશ. મેઘના ગુલઝારની આ ફિલ્મ આવતા વર્ષની ૧૦મી જાન્યુઆરીએ રિલીઝ થશે. દિપીકા પાદુકોણ સાથે વિક્રાંત મેૈસી મુખ્ય રોલમાં છે.

(11:41 am IST)