Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

શ્રીદેવીની પુત્રી જ્હાનવી અને ઇશાન ખટ્ટરને ચમકાવતી ફિલ્મ ધડકનું ટ્રેલર લોન્ચઃ મધ્યમ પરિવારના યુવકને પૈસાદાર પરિવારની યુવતિ સાથે પ્રેમ થાય છે અને પછી...

શ્રીદેવીની દીકરી જ્હાન્વી અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડકનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મમાં જ્હાન્વી અને ઈશાનની કેમિસ્ટ્રી મજબૂત જણાઈ રહી છે. ફિલ્મ રીલિઝ થતા પહેલાથી જ ચર્ચામાં છે.

ટ્રેલરમાં બન્ને વચ્ચેનું સારું બૉન્ડિંગ જોવા મળી રહ્યું છે. સ્ટોરી નવી નથી લાગતી. એક મિડલ ક્લાસ છોકરાને મોટા પરિવારની છોકરી સાથે પ્રેમ થાય છે અને પછી દુનિયા સાથેની લડાઈ, ઘરેથી ભાગવું, વગેરે આ ટ્રેલરમાં જોવા મળશે.

ટ્રેલરમાં તમને સૈરાટનું ફેમસ સોન્ગ ઝિંગાટ પણ જોવા મળશે. ટ્રેલરમાં એક્ટર્સ ઘણાં પ્રોમિસિંગ લાગી રહ્યા છે.

(7:16 pm IST)