Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ફરી એકવાર પોલીસના રોલમાં નજરે પડશે જ્હોન અબ્રાહમ

મુંબઇ: લિસ્ટના અભિનેતાઓમાં સ્થાન ભોગવતો અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ એની આગામી ફિલ્મમાં ફરી એકવાર પોલીસ અધિકારીનો રોલ કરશે એવી માહિતી મલી હતી. હાલ એ પાટનગર નવી દિલ્હીમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર પરથી બની રહેલી નિખિલ અડવાણીની ફિલ્મ બાટલા હાઉસમાં એસીપીનો રોલ કરી રહ્યો છે. ત્યારબાદ એ રેન્સિલ ડિસિલ્વાની ક્રાઇમ થ્રીલર ફિલ્મમાં ફરી એકવાર પોલીસ અધિકારીનો રોલ કરશે. હાલ એની પરમાણુ ફિલ્મ રજૂ થઇ ચૂકી છે જે બોક્સ ઑફિસ ૫ર પચાસ કરોડની આવકનો આંક વટાવી ચૂકી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ એણે બાટલા હાઉસનું કામ શરૃ કર્યુ ંહતું. આ ફિલ્મ પૂરી થયા બાદ એ રેન્સિલ ડિસિલ્વાની ફિલ્મ શરૃ કરશે. હાલ આ ફિલ્મને મોર્યા રેઃ ધ ગણપતિ મર્ડર્સ નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મની કથા એવી છે કે એક મનોરોગી વ્યક્તિ ગણેશોત્સવ દરમિયાન મુંબઇમાં હત્યાઓ કરે છે. જે નવલકથા પરથી આ ફિલ્મ બની રહી છે એ મોર્યા રેઃ ધ ગણપતિ મર્ડર્સના રાઇટ્સ જ્હૉને ખરીદી લીધા હતા. નવલકથા પરથી રેન્સિલ પોતે સ્ક્રીપ્ટ તૈયાર કરશે અને ત્યારબાદ એ ફિલ્મનું ડાયરેક્શન કરશે એવી જાણકારી મળી હતી. આ ખરેખર એક રસપ્રદ ક્રાઇમ થ્રીલર છે એમ ડિસિલ્વાએ કહ્યું હતું.

 

(5:22 pm IST)