Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અશ્વિની આયર તિવારી કંગના રનોત સાથે બનાવશે ફિલ્મ

મુંબઈ:ફિલ્મ સર્જક અશ્વિની આયર તિવારી ટોચની અભિનેત્રી કંગના રનૌત સાથે પણ ફિલ્મ બનાવશે એવી જાણકારી મલી હતી. હજુ ગયા સપ્તાહે અશ્વિનીએ ટોચની અન્ય અભિનેત્રી રાઝી ફેમ આલિયા ભટ્ટ સાથે ફિલ્મ કરવાની જાહેરાત કરી હતી. લેટેસ્ટ સમાચાર મુજબ અશ્વિની કંગના સાથે પણ કામ કરશે. હાલ કંગના રાજકુમાર રાવ સાથે એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યા ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરી રહી છે. એણે ચાલુ વર્ષના ઓક્ટોબરથી ડિસેંબર સુધીની સળંગ તારીખો અશ્વિનીને ફાળવી હોવાનું એની નિકટનાં સૂત્રોએ કહ્યંુ હતું. આમ નીલ બટ્ટે સન્નાટાની આ ફિલ્મ સર્જક હવે ટોચની અભિનેત્રીઓને સાઇન કરી રહી હતી. અશ્વિનીની આ ફિલ્મમાં કંગના કબડ્ડી ખેલાડીનો રોલ કરશે અને એ માટે ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલાં પંદરેક દિવસ કબડ્ડીની તાલીમ પણ લેશે એવું પણ આ સૂત્રોએ કહ્યું હતું.  મેન્ટલ હૈ ક્યાનું શૂટિંગ જુલાઇના બીજા સપ્તાહમાં પૂરું થઇ જવાનું છે. એટલે કંગના લંડનથી મુંબઇ આવીને એની મણીકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી ફિલ્મનું થોડું પેચવર્ક બાકી છે એ પૂરું કરશે અને ત્યારબાદ કબડ્ડીની તાલીમ લેવાનું શરૃ કરશે એવું જાણવા મળ્યું હતું. ઑગષ્ટમાં અશ્વિની કબડ્ડી માટે વર્કશોપ શરૃ કરશે અને એ દરમિયાન પણ કંગના આ રમતની બારીકીઓ સમજવાનો પ્રયાસ કરશે.

(5:22 pm IST)