Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દબંગ ટુર માટે કેટરીનાને ચૂકવાય 12 કરોડ

મુંબઈ:સલમાન ખાનના દબંગ ટૂરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. દુનિયાભરના પ્રશંસકો પોતાના ફેવરીટ સ્ટારકાસ્ટને મોટા સ્ટેજ પર પર્ફોમ કરતા જોવા માંગે છે. ચાલુ વર્ષે જ આ ટૂર યુએસમાં યોજાશે અને લગભગ ૨ સપ્તાહ સુધી ચાલશે. ટૂરમાં સલમાન સાથે કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડીસ, સોનાક્ષી સિંહા, ડેઝી શાહ, પ્રભુ દેવા, મનીષ પોલ અને ગુરુ રંઘાવા પણ જોવા મળશે. સ્ટેજ પર્ફોમન્સ કરવા માટે આ તમામ કલાકાર અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. શોમાં એક સ્પેશિયલ પર્ફોમન્સ પણ હશે જેમાં કેટરીના હવામાં એક પર્ફોમન્સ રજુ કરશે અને જેકલીન પોતાના પોલો ડાંસથી દર્શકોને આકર્ષશે. સુત્રોના જણાવ્યા મુજબ કેટરીના એકમાત્ર ફિમેલ સ્ટાર છે જેને આ ટૂર માટે મોટી રકમ ચુકવાઈ છે. કેટરીનાને ૧૨ કરોડ રુપિયા ફી અપાઈ છે. જ્યારે જેકલીનને ૬ અને સોનાક્ષીને ૮ કરોડ ચુકવાયા. 

(5:21 pm IST)