Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અંકિતા હવે સિંગલ નથી રહી

ટીવી પરદાની સુપરસ્ટાર અભિનેત્રી અંકિતા લોખંડે એક સમયે સાથી કલાકાર સુશાંતસિંહ રાજપૂત સાથે ડેટ કરતી હતી. બંનેના બ્રેકઅપ પછી હાલ સુધી અંકિતા સિંગલ હતી. પણ હવે તે એક બિઝનેસમેન વિક્કી જૈન સાથે જોવા મળી રહી છે. વિક્કી બોકસ ક્રિકેટ લિગ ટીમ મુંબઇનો સહમાલિક છે. ગયા વર્ષે જ આ બંને વચ્ચે અફેર હોવાની વાતો વહેતી થઇ હતી. એક વેબસાઇટ કહે છે કે બંને રિલેશનશીપ બાબતે ખુબ જ ગંભીર છે. બંને એક જ સોસાયટીમાં રહે છે. તેના નજીકના મિત્રોને પણ આ બંનેના અફેરની ખબર છે. અંકિતા અને સુશાંતસિંહે પવિત્ર રિશ્તા શોમાં સાથે કામ કર્યુ હતું અને બંને લગ્ન પણ કરી લેવાના હતાં. પરંતુ બ્રેક થયા બાદ સુશાંત ક્રિતી સેનન સાથે જોડાયો હોવાની વાતો ખુબ ચગી હતી. અંકિતા હવે કંગના સાથે ફિલ્મ મણિકર્ણિકામાં જોવા મળશે.

(9:11 am IST)