Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ઘરમાં રહી સોથી વધુ ખુશ છે સિધ્ધાંત

અભિનેતા સિધ્ધાંત ચતુર્વેદીએ હજુ બોલીવૂડમાં માત્ર એક જ ફિલ્મ ગલીબોય કરી છે. આ ફિલ્મથી તેને રાતોરાત ઓળખ મળી ગઇ છે અને હવે તેની પાસે બીજા પણ અનેક પ્રોજેકટ હાથ પર છે. ગલીબોયમાં તેના અભિનયને ભરપુર પ્રશંસા મળી હતી. રણવીરસિંહના જેટલા વખાણ થયા એટલા જ સિધ્ધાંતના પણ થયા છે. ગલીબોયમાં તે રૈપર એમસી શેરના રોલમાં ખીલી ઉઠ્યો હતો. તેના દમદાર અભિનયની સર્વત્ર નોંધ લેવાઇ હતી. હાલમાં આ અભિનેતા લોકડાઉનને કારણે ઘરમાં છે. તેણે કહ્યું હતું કે આ સમયમાં હું સોૈથી વધુ ખુશ છું. કારણ કે મારા માતા-પિતા સતત મારી સાથે છે. હું વ્યવસ્તાને કારણે માતા-પિતાથી છેલ્લા ઘણા મહિનાઓથી દૂર હતો. પણ લોકડાઉનને લીધે હું સતત એમની સાથે છું. હું આઇસોલેશન સાથે કમ્ફર્ટેબલ છું.  સિધ્ધાંતે કહ્યું હતું કે હાલના સમયાં ધીરજ રાખવી એ ખુબ મહત્વની છે. મેં તેનું બરાબર પાલન કર્યુ છે. તેણે ચાહકોને પણ આમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. સિધ્ધાંતની આગામી ફિલ્મોમાં બંટી ઓૈર બબલી-૨ તથા દિપીકા અને અનન્યા પાંડે સાથેની એક ફિલ્મ સામેલ છે.

(12:45 pm IST)