Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સોનમના પતિએ રિસેપ્શનમાં શેરવાની સાથે કેમ પહેર્યાં હતાં સ્પોર્ટ્સ શૂઝ! ? :ખુલ્યું રહસ્ય

 

મુંબઈ ;સોનમ કપૂરના પતિએ રિસેપશનમાં શેરવાની સાથે પહેરેલા સ્પોર્ટ્સ શૂઝે ખેંચ્યુ હતું . સોનમ કપૂર અને આનંદ આહુજાના 8મેના લગ્ન બપોરના સમયે શીખ રીતિ-રિવાજ મુજબ કરાયા હતા સોનમ અને આનંદનું રિસેપ્શન સાંજના સમયે રાખવામાં આવ્યું હતું. સોનમના લગ્નના રિસેપ્શનમાં બોલિવૂડના અનેક મોટા મોટા સેલેબ્સ હાજર હતાં. જોકે, પાર્ટીમાં સૌથી વધારે ધ્યાન આનંદના સ્પોર્ટ્સ શૂઝે ખેંચ્યુ હતું.સોનમે પોતાના રિસેપ્શનમાં બ્રાઉન અને ક્રીમ કલરનો લહેંગો પહેર્યો હતો. જ્યારે તેના બ્રાઈડ આનંદે નેવી બ્લુ કલરની શેરવાની અને વ્હાઈટ કલરનો પાયજામો પહેર્યો હતો. દરમિયાન આનંદે પોતાની શેરવાની સાથે મોજડી પહેરવાના બદલે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં હતાં.

  સોશિયલ મીડિયામાં જેવી સોનમ કપૂર અને આનંદની તસવીરો સામે આવી કે તરત યુઝર્સે સોનમના પતિની મજાક ઉડાવવાની શરૂ કરી હતી.

   હકીકતમાં આનંદનું પોતાનું શૂઝ બુટિક છે. જે દિલ્હીની લોધી કોલોનીમાં વેજનોનવેજથી ફેમસ છે. સાથે તેના ક્લોથિંગ બ્રાન્ડ પણ છે. વેજનોનવેજ ભારતની પહેલી મલ્ટી બ્રાન્ડ સ્નીકર્સ બુટિક છે. આનંદ આહૂજાને સ્નીકર્સ પહેરવા ખૂબ પસંદ છે.

   એવું પણ કહી શકાય કે જો સોનમ તેનો પહેલો પ્રેમ હોય તો બીજો પ્રેમ સ્નીકર્સ છે. આનંદ હંમેશા વાતનું ધ્યાન રાખે છે કે સ્નીકર્સ સારા અને કમ્ફર્ટ લાગતાં હોય. આથી જ્યારે તે શોપિંગ કરવા જાય છે ત્યારે શૂઝ તેના લિસ્ટમાં ટોપ પર હોય છે. આથી આનંદ પોતાની રિસેપ્શન પાર્ટીમાં પણ સ્નીકર્સ પહેરીને આવ્યો હતો.

(1:38 am IST)