Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કાયર અને ડરપોક છે અમિતાભ બચ્ચન ! : કઠુઆ મામલે '' મૌન'' રહેતા પ્રકાશ રાજના ગંભીર આક્ષેપ

અભિનેતા પ્રકાશ રાજ આજકાલ પોતાના બેબાક નિવેદનને કારણે ખુબ ચર્ચામાં રહે છે તેવામાં પ્રકાશ રાજે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને કાયર ગણાવ્યા છે. જમ્મૂ-કશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યા પર મૌન રહેવા અંગે પ્રકાશ રાજે બિગબીને કાયર કહ્યા છે.એક ઈન્ટરવ્યૂમાં પ્રકાશ રાજે કહ્યું કે તે ઈચ્છે છે કે અમિતાભ બચ્ચન ઘટનાની નિંદા કરે.

   સિંધમ અને વોન્ટેડ જેવી ફિલ્મોમાં રોલ કરી ચૂકેલા પ્રકાશ રાજે કહ્યું કે, ‘મેં તેમને અપિલ કરી, મારો અધિકાર છે, તેમને ખૂબ સારો અવાજ મળ્યો છે, હું ઈચ્છતો હતો કે તેઓ બોલે, પરંતુ તેમણે કહી દીધું કે હું મામલે કંઈ બોલવા ઈચ્છતો નથી. પરંતુ સર, એટલી ખરાબ ઘટના છે કે તમારે બોલવું પડશે’.

   પ્રકાશ રાજે આગળ કહ્યું કે, કઠુઆ રેપ કોઈ ધર્મ સાથે જોડાયેલો છે એટલે મારા માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તેના કારણે એક સમાજના લોકો જેઓ ત્યાં રહે છે, તેમને ત્યાંથી ભગાડવાની ધમકી મળી રહી છે. પ્રકાશ રાજે આગળ કહ્યું, અને માત્ર એટલા માટે કે આરોપી પાર્ટીનો છે, તમે તેના સમર્થનમાં જાઓ છો. તેના સમર્થનમાં વિરોધ કરો છો. યોગ્ય નથી.

   જ્યારે પ્રકાશ રાજને સવાલ પૂછવામાં આવ્યો કે તેમને શું ઉમ્મીદ હતી, અમિતાભ બચ્ચને મામલે શું કરવું જોઈતું હતું. તેના પર રાજે કહ્યું, હું ઈચ્છતો હતો કે અમિતાભ બચ્ચન બોલે, તેને રોકો…’ જ્યારે રાજને પૂછવામાં આવ્યું કે ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત ચહેરા વિરુદ્ધ બોલવા પર તેમને મુશ્કેલી થઈ? તેના પર તેમણે કહ્યું, મેં તેમને અપીલ કરી. હું સમજું છું કે એક્ટર હોવાના કારણે અમારી પણ સામાજિક ચેતના છે, અમારી જવાબદારી છે. કારણ કે જો અમે લોકો ડરી જઈશું તો સમાજના ડરપોક અને કાયર બનવાનું કારણ અમે બનીશું.

તેના પર સવાલ પૂછવામાં આવ્યો કે અહીંયાં અમિતાભ બચ્ચન કાયર સાબિત થાય છે? તેના જવાબમાં રાજે કહ્યું મને લાગે છે આવું થયું છે. તેનાથી મને શું ફાયદો થવાનો, હું તેમને અપીલ કરી રહ્યો છું, મહેરબાની કરીને આગળ આવો. મહત્વપૂર્ણ છે, તમે કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી બોલી રહ્યા. તમે એક મુદ્દા પર બોલી રહ્યા છો. તમે એક વિચારની વિરુદ્ધ બોલી રહ્યા છો જે દેશ માટે યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે થોડા સમયે પહેલા પ્રકાશ રાજે એવો પણ દાવો કર્યો હતો કે પીએમ મોદી વિરુદ્ધ નિવેદનો આપવાના કારણે બોલિવૂડમાં તેમને કામ મળવાનું બંધ થઈ ગયું છે. ત્યારે હવે ફરીથી તેમણે સદીના શહેનશાહ પર પ્રકારનું નિવેદન આપ્યું છે

(1:36 am IST)