Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ગામા પહેલવાનના જીવનને ટીવી પર રજૂ કરશે સલમાન ખાન

મુંબઈ: બૉલીવુડ દબંગ સ્ટાર સલમાન ખાન ગામા પહેલવાનના જીવનને ટીવી પર રજૂ કરવાની તૈયારીમાં છે. સલમાન 2018માં ટીવી પર મોટો ધમાકો ગામા પહેલવાનના જીવનને રજૂ કરીને કરશે. આ શો એક સિરીઝ તરીકે રજૂ થશે તેની તૈયરીઓ ઝડપથી થઇ રહી છે. ગામા પહેલવાનના પાત્રમાં સલમાન ખાનનો નાનો ભાઈ સોહેલ ખાન નજરે પડશે. મુંબઈ અને લંડનના સ્ટેડિયમમાં આ શોના અમુક સીન શૂટ કરવામાં આવશે. બે મહિનાના અન્ડરમાં આ શો તૈયાર થઇ જશે. એવી પણ ચર્ચા છે કે જૂનમાં આ શો ઓન એયર કરી દેવામાં આવશે.

(4:36 pm IST)