Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સત્ય ઘટનાથી પ્રેરિત છે સ્ટાર પ્લસનો નવો શો 'એક ભ્રમ-સર્વગુણ સંપન્ન'

સ્ટાર પ્લસે તેના આગામી શો 'એક ભ્રમ - સર્વગુણ સંપન્ન'નો  પ્રોમો રિલીઝ કર્યો હતો. ટીવી શોની અભિનેત્રીઙ્ગ શ્રેણુ પરીખ આ શોમાં જ્હાનવીના પાત્રમાં જોવા મળશ. જો કે, આ શો એક હાઈ પ્રોફાઇલ પ્રભાવશાળી પરિવારની રીયલ વાર્તાથી પ્રેરિત છે. જેના વિશે નિર્માતાઓએ ખૂબ રહસ્ય રાખ્યું છે. નિર્માતાઓને આ પરિવાર સાથે સંબંધિત માહિતીને ગુપ્ત રાખવાની સૂચના આપીઙ્ગ છે.  કારણ કે પ્રતિષ્ઠિત પરિવારના સભ્યો પોતાના નામો જાહેર કરવા માંગતા નથી. પ્રોમોમાં જ્હાન્ંવીએ એક આદર્શ સાસુ હોવાનો ઢોંગ કર્યો છે, જયારે હકિકતમાં તે કાવતરૃં રચીતી જોવા મળે છે.સુમિત સોડાની દ્વારા નિર્દેશિત અને સની સાઇડ અપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ  શો ૨૨મી એપ્રિલથી સોમવાર થી શુક્રવાર સાંજે ૭ વાગે રજુઙ્ગ થશે, જેમાં મુખ્ય ભૂમિકામા શ્રેણુ પરીખ અને ઝૈન ઇમામ જોવા મળશે.

(3:35 pm IST)